મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે
મેવા મળે કહે ના મળે મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે
મારો કંઠ મધુરો ના હોય ભલે,મારો સુર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કહે ના મળે ,મારે સ્તવન તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે
આવે જીવન માં તડકા છાયા,દુખો ના જયારે પડે પડછાયા
કાયા રહે કહે ના રહે, મારે માયા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે
હું પંથ તમારો છોડું નહિ, નેહ દુર દુર ક્યાંયે દૌડુ નહિ
પુણ્ય મળે કહે ના મળે, મારે પૂજા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે